અંધાર દૂર કરે
અંધાર દૂર કરે
અંધાર દૂર કરે, દીપ પ્રગટે જ્યાં દીપાવલી તેજે,
સ્નેહ, આનંદ શા રંગો વેરે, પ્રીતે વ્હે વળી વેગે.
શુદ્ધ થાય ખાર, રાગ, દ્વેષ જલતાં પ્રેમ જ્યોતે,
અંતરો ઉજળાં થતાં,પખાળી આંગણ સરી નેહે.
કટુભાવ ભૂલી ઉરે ઉમળકે સ્વજન સૌ વધાવી,
શુભ, સદ્દભાવનાં શૃંગારે શુભેચ્છા છલી અવેરે.
તોરણ સુખ હીરકના, સર્વે જનને દે નિરાંત મને,
દિવાળી હરખ વાયરાં લાવે, સ્નેહે સમાતી નેણે.
જીવન આ ક્ષણિક જાણે સરતી રેત મુઠીમાંથી,
સજાવી પરમ પ્રેમે,ઝળહળ થૈ જ્ઞાનતેજે ફળી વેદે.
