Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Thriller Others

અંદાજ ન આંક

અંદાજ ન આંક

1 min
351


ઉંમરના સરવાળાના આંકડા ઉપરથી અનુભવનો અંદાજ ન આંક,
ને માણસના લિબાસ ઉપરથી કદી એના સ્વભાવનો અંદાજ ન આંક !!

મારા એકાંતને અલગારી ઉદાસીનતા આવી ગઈ છે અમથી અમથી માફક,
મારા ચહેરાના ભાવ ઉપરથી મારા અંતરના આનંદનો અંદાજ ન આંક !!

ઝાંખા પ્રકાશમાં પડછાયો ખુદનોય છેતરી શકે છે ખુદને ક્યારેક,
એકલતાની પરાકાષ્ઠાએ છાયા ઉપરથી એનાં આગમનનો અંદાજ ન આંક !!

આ રણ ને તો હવે ટેવ પડી હસતા હસતા ઝાંઝવા પી ને તરસ છીપાવવાની,
દરિયાની વિશાળતા જોઈને કદી એની તરસની તૃપ્તિનો અંદાજ ન આંક !!

હવે આ શ્વાસોમાં કાયમ તારા સ્મરણના એક ભીના વાદળની હૂંફ જીવાડી રહી,
તું મારા ફકીર જેવા હાલ જોઈને કદી પણ મારી અમીરીનો અંદાજ ન આંક !!

હર બે શબ્દો વચ્ચે ઉતર્યો છે તું જ નિઃશબ્દ ભાવ બની મારી રચનાઓમાં,
દુન્યવી છંદના માપદંડથી મારી રચનાઓની ગહેરાઈનો અંદાજ ન આંક,

એક અમૂલ્ય ને અલભ્ય 'પરમ' શાંતિની સલ્તનતનો હું 'પાગલ' સમ્રાટ,
મારા દુઃખ ને બેચેની ઉપરથી મારા અંતરના આનંદનો અંદાજ ન આંક !!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller