STORYMIRROR

'Sagar' Ramolia

Drama Inspirational Thriller

3  

'Sagar' Ramolia

Drama Inspirational Thriller

સાસુ-સસરા

સાસુ-સસરા

1 min
28.8K


(રાગ-અંબાનો ગરબો ગાવા તું જાને માના પાયે...)


આવતાં હતાં આંખોમાં આંસુ,

એ લૂછી નાખતાં મારાં સાસુ,

કરમાયેલાં ફૂલને હૈયે લગાડતાં,

સમજાવીને તેઓ ધીરજ પાઠવતાં,


સાસુથી અદકેરા સસરા,

મારાં મનનાં કાઢે કચરા.

દુઃખી થયેલી મારાં દુઃખને ભગાડતાં,

શાંતિ આપીને મારું જીવન સજાવતાં,


ધૈર્યનાં મૂર્તિ મારાં સાસુજી,

એનો બોલેબોલ માન્‍ય રાખુંજી,

દિલાસો આપીને મારાં મનડાં ડોલાવતાં,

‘વહુ-બેટા' કહીને તેઓ મને બોલાવતાં,


આ સસરા મારાં બહુ સારાં,

ક'દી કાઢે નહિ વેણ ખારાં.

મીઠું મીઠું બોલી મારાં મનડાં ડોલાવતાં,

‘દીકરી, દીકરી' કહીને મને બોલાવતાં,


છે આવાં રૂડાં સાસુ-સસરા,

સાલવા ન દે પિયુનાં ગામતરાં.

હર દિન મુજ પર હેત રાખતાં,

સંસ્‍કારો થકી ઘરને મહેકાવતાં,


નિત્‍ય કરે પ્રભુજીની ભકિત,

પ્રભુ આપે ધૈર્યની શકિત,

પળેપળ પ્રભુનું નામ મુખે રાખતાં,

કથા-વાર્તાઓ તેઓ સૌને સંભળાવતાં,


જેનાં ગત જન્‍મનાં પુણ્‍ય ફળે,

એને સાસુ-સસરા આવાં મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama