શહાદ્ત
શહાદ્ત


માતૃભૂમિનાં કર્યા રખોપા, જાન કરી કુરબાન,
સરહદની રક્ષાને ખાતર આપ્યું તે બલીદાન,
તુજને વંદન છે ઓ જવાન...
આ છે મારું હિન્દુસ્તાન.
દુશ્મન સામે જંગે લડીને આઝાદી તે અપાવી,
શત્રુની ગોળી પણ જેને કદી શકી ના હરાવી,
રક્તથી શોભીત ધરાની તે રાખી આન, બાન, ને શાન...
નત મસ્તક છે આખુંયે જહાન.
દેશના સૈનિકને પુછ્યું મેં, "આખર તું શું કમાયો?"
સૈનિક બોલ્યો, "ધન્ય થયો હું શહીદ થઈને માતની ગોદમાં સમાયો."