STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Thriller Tragedy

3  

Chaitanya Joshi

Inspirational Thriller Tragedy

સંઘર્ષ

સંઘર્ષ

1 min
27.5K


જીવનમાં ડગલેને પગલે આવે છે,

સંઘર્ષ,

કરી કસોટી ભલભલાને તાવે છે,

સંઘર્ષ,


સમાંતર જીવનની કલ્પના વિચારે,

વસતી,

શૃંગગર્ત વત્ ચઢાણમાં હંફાવે છે

સંઘર્ષ,


સાચો શિક્ષક બની અનુભવ જ્ઞાન,

આપે,

મૃગજળ સમા તરંગોથી બચાવે છે

સંઘર્ષ,


હીર અંદરનું આપોઆપ પ્રગટીને,

રહેતું,

મહેનતે મળેલા વિજયને પચાવે છે,

સંઘર્ષ,


ધીરજ, ધર્મ, મિત્રની ખરેટાણે,

પરખાતી,

ઘરની નારીની પણ નજીક લાવે છે,

સંઘર્ષ,


પુરુષાર્થથી મળેલાંની કિંમત,

સમજાતી,

શોર્ટકટનાં રસ્તાઓને એ ભૂલાવે છે,

સંઘર્ષ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational