ક્યારેક તો
ક્યારેક તો
આ નદી પાછી વળે કયારેક તો,
ને સમંદર ટળવળે ક્યારેક તો,
બીજ, કૂંપળ, પર્ણ, ફૂલોનાં ક્રમે,
શબ્દની શાખા ફળે ક્યારેેેક તો,
યાદ કર વીંટી વિશેની શક્યતા,
માછલીમાંં નીકળે ક્યારેક તો,
એક ચકલી થૈ જશે પાગલ પછી,
જો અરીસો સળવળે ક્યારેક તો,
રાખ કમસેકમ હથેળીમાં મને,
સાથ મહેેંદીનો મળે ક્યારેક તો.