STORYMIRROR

Vishal Joshi

Inspirational Others

3  

Vishal Joshi

Inspirational Others

ચાલ ઉડીએ

ચાલ ઉડીએ

1 min
271

ઝાડ, પાન, કાંટાળી દુનિયા ચાલ ઘડીભર ભૂલીએ,

પાંખો છે તો ચાલ ઉડીએ.


ટહુકે ટહુકે પીગળતો કાંઈ પીડા નામે દેશ,

આખ્ખાયે આકાશે ઓઢયો મખમલિયો દરવેશ,

પીંછાને પાસવાર જરા તું ચાલ અડોઅડ ઝુલીએ,

પાંખો છે તો ચાલ ઉડીએ.


સાંઠીકડાઓ વીણી વીણીને થાકી ગઈ છે ચાંચ,

ઊંચે ઊંચે માળા જેવું કૈક લખ્યું તે વાંચ,

તીર નથી કે જાળ નથી ત્યાં ચાલ, અઢળક ખૂલીએ,

પાંખો છે તો ચાલ ઉડીએ



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational