અનાવરણ
અનાવરણ
અનાવરણ પુસ્તકનું સ્થગિત કર્યું છે,
"એ"તારા નામે આખે આખું કર્યું છે,
શબ્દ સરવાણી ને મીઠડી વાણી એ,
ભીની લાગણીએ પાને પાનું ભર્યું છે,
પાવન પ્રેમની ગંગાના પ્રવાહને રોકીને,
જાણે કોઈ શંકરે જટામાં એને ભર્યું છે,
મનસા હૃદયની શબ્દો અર્પણ કરવાની,
હતું ક્યાં કંઈ મારું, એથી સમર્પણ કર્યું છે,
કમાણી કોઈ કરવી નથી તારા નામે મારે,
સમજાવું કંઈ રીતે મન સંશયથી ભર્યું છે,
અનાવરણનું આવરણ ઓઢીને હવે તો,
પ્રતીતિના હૃદયની આશે પોઢણ કર્યું છે.
