અલ્લડ
અલ્લડ
થોડી જિદ્દી થોડી અડિયલ બનવું છે,
તને ગમે કે ના ગમે મારે મને ગમવું છે,
થોડી અલ્લડ થોડી મનમોજી બનવું છે,
તને ગમે કે ના ગમે મારે મને ગમવું છે,
થોડી બેફિકર થોડી બેપરવાહ બનવું છે,
તને ગમે કે ના ગમે મારે મને ગમવું છે,
થોડી વાત માનવી ને થોડી મનાવવી છે,
તને ગમે કે ના ગમે મારે મને ગમવું છે,
મારે તો કદમ મિલાવી સાથે ચાલવું છે,
તને ગમે કે ના ગમે મારે મને ગમવું છે,
ના સંઘર્ષ ના સમાધાન, સમાનતા કરવી છે,
તને ગમે કે ના ગમે મારે મને ગમવું છે,
ના ધીમો અવાજ કે ધીમી ચાલ કરવી છે,
તને ગમે કે ના ગમે મારે મને ગમવું છે,
મારું અસ્તિત્વ જ છે અદકેરું હું નારી છું,
તને ગમે કે ના ગમે મારે તો મને ગમવું છે.

