અક્ષરધામ
અક્ષરધામ
જઉં છું એ રસ્તાઓ પર જ્યાં સ્મરણોનાં ફૂલો છે વેરાણા,
કોશિશ કરું છું સમેટવાની પણ છૂટે પહેલી પકડું બીજીને !
એ જે પકડ્યું ફૂલ, પાંદડીઓ તૂટી ને અહેસાસ થયો કંઈ,
પણ ખબર બહુ મોડી પડી હૈયે વસેલા કદી ભૂલાતા નથી !
ક્યાં કંઈ બદલાયું છે ? ગયા પછી તારા, એજ આકાશ ને,
એજ ચાંદ, એજ નિશા ને એજ અંધારું બસ ઊંઘ ગાયબ !
કોશિશ જારી છે ઊંઘવાની, કરી દઉં છું બંને પાંપણો બંધ,
ગજબ ઈશ્કના અહેસાસ, નયન બંધ તો દિલ જાગી જાય !
ચાલી ગઈ તું નાના પ્રણયના વેપારીને છોડી, મોલમાં 'છોડી'; મટી બની ગઈ હવે પરદેશી પરી તું મૉલ મારું અક્ષરધામ !

