STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

અખબારનાં પાનાં રડે

અખબારનાં પાનાં રડે

1 min
426

થીજી જતાં અશ્રુકણો ! પીંખાય છે નારી અહીં,

થઈ રાંકડા બેઠા અસુર, ચૂંથાય છે નારી અહીં.


અખબારનાં પાનાં રડે ! ટી.વી. થતું લાચાર ભઈ !

ઘટમાળ આવી રોજની, લૂંટાય છે નારી અહીં.


જીવનતણાં મૂલ્યો ધરાશાઈ, રડે પાતાળ જઈ,

સંસ્કાર છોગા ભાળતી, અકળાય છે નારી હવે,


તનથી ખરી છે રક્ત કેરી લાલિમા ! પણ થાય શું ? 

ખોટી ખરી વાતો સૂણી, ગભરાય છે નારી અહીં.


સૌંદર્યમય આ સૃષ્ટિના, સૌંદર્યનું કરવા જતન !

ડગલાં ભરે 'શ્રી' આકરા, મલકાય છે નારી અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy