અજબની દુનિયા
અજબની દુનિયા


અજબની દુનિયા છે મારો કે તારો શું વાંક છે,
સંબંધ તો આપણો છે પણ અહમનો ટકરાવ તો ક્યાંક છે,
કોઈને સારું લાગે તો કોઈને લાગે ખરાબ,
કોણ જાણે કેવો આ પૃથ્વીનો રિવાજ છે,
કોઈની ઈચ્છાઓ સ્વીકારાતી નથી આ લોકમાં,
ઘૃણા છે કોઈ પ્રત્યે તો કોઈ લડે છે બીજાના શોકમાં,
પ્રભુ એ પ્રેમ આપ્યો છે જોડાવા માટે,
નહીં કે કોઈથી છૂટકારો પામવા માટે,
પ્રેમ તો આઝાદ પક્ષી છે,
તો પણ એને ચાર દીવાલમાં કેદ કરવો
શું આ જીવનનો શ્લોક છે ?
અજબની દુનિયા છે મારો કે તારો શું વાંક છે,
સંબંધ તો આપણો છે પણ અહમનો ટકરાવ તો ક્યાંક છે.