STORYMIRROR

Vandana Patel

Abstract Inspirational

3  

Vandana Patel

Abstract Inspirational

ઐક્ય

ઐક્ય

1 min
168

જુઓને, પુરુષોની આંખો પણ કંઈક બોલતી હોય છે, 

આવડે સાંભળતા તો તે પણ કંઈક કહેતી હોય છે,


પોતાનું મનગમતું સુટ જોઈને નજર ફેરવી લેતા હોય છે,

તને ગમે એ તું લઈ લે, એમ કહી દેતા હોય છે,


સંતાનોને વિદેશ મોકલવા બંદોબસ્ત કરતા હોય છે,

પોતે ભણતા ત્યારે સ્લીપરમાં પણ ફરતા હોય છે,


ફૂટે છે પુરુષોની છાતીમાં પણ કૂંપળ, આપણે ક્યાં સિંચતા હોય છે,

વહે છે ત્યાં પણ લાગણીનું ઝરણું, ગજબ રીતે સંતાડતા હોય છે,


થાય સરખામણી તો ઉતરતા, કયાં એકેય હોય છે ?

છતાંપણ પુરુષ અને સ્ત્રી, અદ્ભૂત ઐકય હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract