અહેસાસ
અહેસાસ
ખબર છે મને કે તું બહુજ અકલ્પનીય સજા છે ,
તો પણ તને હર એક પળમાં મહેસુસ તો કરવી છે.
ખબર છે મને કે તું છે એકલી પુરુષાર્થના પંથે,
તો પણ તને સાથે લઈ જવાની જીદ જો પકડી છે.
ખબર છે મને કે તું મળી મને એક અલ્પવિરામ બની,
તો પણ તને પૂર્ણવિરામ તો બનાવી છે.
ખબર છે મને તું બદલાઈ જઈશ સમય ના વહેણ થકી,
તો પણ તને પ્રેરણાનો પ્રવાહ તો બનાવી છે.
ખબર છે મને તું ડરે છે મૃત્યુ ના ભય થકી,
તો પણ તને જન્મયેજય તો બનાવી છે.
ખબર છે મને કે તું બહુજ અકલ્પનીય સજા છે ,
તો પણ તને હર એક પળમાં મહેસુસ તો કરવી છે.