STORYMIRROR

Neha Desai

Abstract

4  

Neha Desai

Abstract

અઘરું છે

અઘરું છે

1 min
298

ચાર આંખો, મળી જાય છે પળમાં,

હૃદયમાં ધડકન, બની રહેવું અઘરું છે !


ભૂલ થઈ જાય છે, જિંદગીમાં કોઈવાર,

ભૂલ સ્વીકારી, માફી માંગવું અઘરું છે !


નિષ્ફળતા મળતી રહે છે, દરેક પગલે,

પગલું હિંમતથી ભરતાં રહેવું, અઘરું છે !


તીર શબ્દોનાં, ઘાયલ કરી જાય છે,

જખ્મી થઈ, સહેતાં રહેવું અઘરું છે !


વધસ્તંભે ચડાવે છે, પોતાનાઓ સૌ,

લોહીલુહાણ થઈ, માફ કરવું અઘરું છે !


નફરતનાં બીજ, ઊગી જાય છે સહેલાઈથી,

'ચાહત' દિલોમાં જગાડવી, અઘરું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract