અધિકાર
અધિકાર
અધિકારતણાં સહુ તાણાવાણા
સ્ત્રીના પાલવમાં આવીને વીંધાણા
ફરજો તણી ચક્કીમાં પીસાણા
એના અધિકારો ક્યાં સચવાણા
પરિવાર માટે બલિદાન દેવાણા
વૃદ્ધાવસ્થામાં પણ એના અધિકારો ઝંખવાણા
સપનાં ઘણાં એના નંદવાણાં
એના હસતાં ચહેરા પાછળ દર્દો છુપાણા
પુરુષ કરે તો માફીપાત્ર સમજાણા
એ ગુન્હા સ્ત્રી માટે કલંક બની ગવાણા
સમાન અધિકારની ખોખલી વાતોએ ભીંસાણા
સ્ત્રીના સહુ અધિકારો કોરાણે મૂકાણા
