STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

3  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

અદેખાઈ

અદેખાઈ

1 min
237

કેમ શોધો છો આટલી બધી ખામીઓ મારામાં,

અરે ! ભલા શોધખોળ કરતાં મળશે શું તમને ?


બે - ચાર બુરી આદતો સિવાય શું છે મારામાં,

અરે ! ભલા તેનાથી છેવટે તકલીફ શું તમને ?


દિલમાં અનુરાગનો ખીલેલો બાગ જોશો મારામાં,

અરે ! ભલા દિલમાં આગ જલાવી મળશે શું તમને ?


ખોઈ દેવાનો તમને જરાય ડર નથી મારામાં,

અરે ! ભલા એટલો નશો કેમ બતાવું શું તમને ?


કેવી રીતે શોધી લો તમામ ખામીઓ "નાના"માં ?

 અરે ! ભલા કમાલ એ કે એનો અફ્સોસ જરાય નથી તમને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy