જીવન મધુરું
જીવન મધુરું
રંગીન બન્યું બાળપણ મારું,
પળપળ ખીલ્યું હાસ્ય અમારું,
દોસ્ત બનીને જીવન બનાવ્યું મધુરું !
હતા ભલે સંકટ અનેક,
તારા સંગાથે ન રહ્યા એક,
દોસ્ત બનીને જીવન બનાવ્યું મધુરું !
જીવનમાં અનુભવી જ્યારે એકલતા,
તે ભરી એમાં અનેક સહાયતા,
દોસ્ત બનીને જીવન બનાવ્યું મધુરું .!
આવ્યા જ્યારે આંખમાં આંસુ,
તે બનાવ્યા એને આનંદના આંસુ,
દોસ્ત બનીને જીવન બનાવ્યું મધુરું !
મળ્યો સદા સાથ તારો એવો,
જીવનનો હર પડાવ રહ્યો અનેરો,
દોસ્ત બનીને જીવન બનાવ્યું મધુરું !
