ખુદા પણ મહેરબાન થઈ જવાના
ખુદા પણ મહેરબાન થઈ જવાના
ગઝલ લખી અમે તો બધે ચર્ચાઈ જવાના,
ચોરે ને ચૌટે અમે તો વખણાઈ જવાના,
મિલન થયું ઘણા વર્ષો પછી અમારું,
હૈયાના પ્યાલા ખુશીઓથી છલકાઈ જવાના,
એવો છે એના રૂપનો અદ્ભૂત નિખાર કે,
વર્ણન કરેલા શબ્દો પણ છપાઈ જવાનાં,
જોઈ મારા પ્રિયતમનું અદ્ભૂત રૂપ,
આ ચાંદ તારાઓ પણ શરમાઈ જવાના,
દિલમાં હતી જે પીડા અને દુઃખદાયક દર્દ,
તે તમામ પ્રિયતમના આગમને વિદાઈ થવાના,
જોઈ અમારી એકમેક પ્રત્યેની અદ્ભૂત પ્રીત,
ખુદા પણ અમારા પર મહેરબાન થઈ જવાના.

