ફૂલોથી મહેકતું નગર મળે
ફૂલોથી મહેકતું નગર મળે
પાનખરમાં પણ તને વસંત બહાર મળે,
ફૂલોથી હોય મહેકતું એવું કોઈ નગર મળે,
હોય તારી રાહ પર મહેકતા ફૂલોની ચાદર,
બસ તને ગમતી કોઈ સુહાની ડગર મળે,
રહે તારી મહેફિલ સદા ગીતોથી ગુંજતી,
તારું જીવન સવારવા તને સંગીતના સાત સ્વર મળે,
જ્યાં સુખ શાંતિ અને સુકુન મળે તને,
એવું પંખીઓના ટહુકાથી ભરપુર ઘર મળે,
ખુશી, આનંદ જીવનમાં સદા તારા સાથીદાર રહે,
બસ તારા હોઠો પર મુસ્કાન આઠો પ્રહર મળે.
