STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

હું કોણ છું ?

હું કોણ છું ?

1 min
352

શું કહું ? મારી જાત ને હું કોણ છું ?

કોઈનું વળગણ છું, કોઈનું આકર્ષણ છું.


કોઈના માટે ઘર્ષણ છું,

ક્યારેક વહી જતી ક્ષણ છું.


ક્યારેક યાદોનો વંટોળ સર્જતું શુષ્ક રણ છું,

ક્યારેક વિચારોથી ઠસોઠસ ભરેલું અદભુત મન છું.


ક્યારેક લાખો ડિગ્રીઓ છતાં માનવીનું,

મન ના વાચી શકતો એવો અભણ છું.


ક્યારેક ગીત છું ક્યારેક સંગીત છું,

ક્યારેક કોઈકની પ્રીત છું.


આમ હૈયાથી હૈયાને જોડતું સગપણ છું,

ક્યારેક વાચાળ તો ક્યારેક મૌન છું.


લોકોને હકીકત દેખાડતો હું દરપણ છું,

ક્યારેક લાખો લોકોમાં જાણીતો, ખુદથી અનજાન છું,


ક્યાંક કોઈ ના સમજી શકે એવું નાનકડું રજકણ છું,

શું કહું મારી જાત ને હું કોણ છું ? કોક તો કહો મને હું કોણ છું ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy