STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational

4  

Manishaben Jadav

Fantasy Inspirational

માની ચૂંદડી

માની ચૂંદડી

1 min
414

લાલ લાલ રંગની ચૂંદડી સોહે

મારી માડીને લાલ ચૂંદડી સોહે,


ઝીણા ઝીણા આભલા ચમકે

માની ચૂંદડીએ આભલા ચમકે,


ચૂંદડી પહેરી માડી ગરબે રમે

નવરાત્રીના નવ દિન માડી રમે,


ભક્તો સંગ ગરબે રમવા આવે,

ભક્તોની લાજ રાખવા આવે,


જયારે ભક્તો પર આફત આવે,

માડીના મુખ પર ક્રોધની રેખા આવે,


નવ નવ દીવડા લઈ બાળાઓ રમે

માથે લાલ લાલ રંગના ઝગારા રમે,


આરતીનાં તાલે ખેલૈયાઓ નાચે

મા તારા ગરબે સૌ આનંદે નાચે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy