STORYMIRROR

Sangita Dattani

Fantasy

4  

Sangita Dattani

Fantasy

મુશળધાર

મુશળધાર

1 min
411

રે મુશળધાર ખબર નહીં મને,

કે આટલો વરસીશ તું,

ગમે તું સૌને પણ ન વરસ,

આટલી હદે.


રે ખમૈયા કર મુશળધાર,

ધાર્યો ન હતો તને કદી,

બહુ ગમે તું મને, જોજે,

માઠું ન લગાડીશ કદી.


રે માવઠું થઈને વરસીશ તું,

ગમશે નહીં કોઈને કદી,

બાકી બહુ ગમે તું મને,

કર ખમૈયા હવે તું !


આવજે આવતે મહિને ફરી,

આવકારશે લોકો પ્રેમથી,

બસ એક અરજ તને મારા, 

વ્હાલા, બગીચો ન ઉજાડજે મારો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy