ક્યાં જરૂર હોય છે
ક્યાં જરૂર હોય છે
ભીંત ફાડીને પણ ઊગી શકે છે પીપળો,
એને ભીની માટીની ક્યાં જરૂર હોય છે,
પ્રેમ તો વ્યકત થઈ શકે છે માત્ર નજરોથી,
એને સમજવા શબ્દોની ક્યાં જરૂર હોય છે,
એક વર્ષા બિંદુથી મોતી બને છીપનાં મોંમાં,
એને આખા દરિયાની ક્યાં જરૂર હોય છે,
સૂના દિલના મહેકાવવા યાદનું એક ફૂલ કાફી હોય છે,
આખા બાગની ક્યાં જરૂર હોય છે !
માનવીના દુઃખને માનવી સમજી શકે એ કાફી છે,
એને ચાંદ સુધી પહોચવાની ક્યાં જરૂર હોય છે,
ઝરમર ઝરમર વરસે વાદળી તોય આ ધરા ખુશ છે,
આમ બેફામ બેહદ વરસવાની ક્યાં એને જરૂર હોય છે !
ધારદાર શબ્દો જ માનવીને મારી નાંખે છે,
એના માટે તલવારની ક્યાં જરૂર હોય છે !
મળી જાય પ્રેમના બે ચાર બુંદો તો જીવી જવાય,
આમ જીવવા માટે ઝાઝી ધન દૌલતની ક્યાં જરૂર હોય છે !
ગાઢ અંધકાર ભલે ને હોય ગમે તેટલો,
સૂરજને પ્રકાશિત થવા ક્યાં કોઈના સાથની જરૂર હોય છે !
હોય ઈશ્વરની રહેમત અપરંપાર,
તો માનવીને કોઈથી ડરવાની ક્યાં જરૂર હોય છે !
