STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

4  

Kaushik Dave

Drama Fantasy Inspirational

પ્રાર્થના અને અરજ

પ્રાર્થના અને અરજ

1 min
392

અરજ કરું છું હે પ્રભુ, પ્રાર્થના કરવા માગું છું

હું અબોધ કંઈ ના સમજ્યો, આપને વિનંતી કરું છું,


અરજ મારી સાંભળીને તમે, મદદ કરવા તૈયાર થજો 

પૂજા કરવામાં પડે છે વિક્ષેપ, એટલે હું પ્રાર્થના કરું છું,


પ્રેમ સહિત ભક્તિ કરું, તને નિત્ય નિયમ યાદ કરું

કષ્ટો સહન કરીને પણ, પ્રભુને હંમેશા યાદ કરું છું,


સંસારમાં એવા ઘણા છે લોકો, કષ્ટદાયક જીવન જીવે

એ લોકોના દર્દ દૂર કરવા, ઈશ્વરને પ્રાર્થના કરું છું,


એક વખત આવો ફરીથી, પ્રાર્થના કરી વિનંતી કરું છું

દુષ્ટોને દંડિત કરીને, નિર્દોષ માટે સારું જીવન માગું છું,


અરજ કરું છું હે પ્રભુ, સરળ પ્રાર્થના કરવા માગું છું

હું અબોધ જે કાંઈ સમજ્યો, આપને રજૂઆત કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama