અદાકારી
અદાકારી
સ્હેજ જાતને શણગારી રાખો,
પછી,મન ભલે અલગારી રાખો
મૂંઝવતી ગંભીરતા કાયદામાં છે
'નાદાની' જેવી છટકબારી રાખો
હરખમાં હરખઘેલા થઈને રહો
વ્યથામાં થોડી અદાકારી રાખો
નવરાશ તો મનને ખાલીપો દેશે
વ્યસ્તતા ને પણ મઠારી રાખો
વળગી જ ના રહો એક વિષયને
એકાદી ગઝલ અણધારી રાખો
