મજાનું
મજાનું
એટલી ખબર પડે,ક્યાં અટકવાનું છે?
પછી અહીં કોણ ક્યાં ભટાકવાનું છે?
પહેલા જે કારણ હતું મારી વ્યથાનું
આજે એજ કારણ મારી 'મજા'નું છે
થઇ ગયા તમે,બેચેન પુસ્તક જોઈને
હજી તો શરૂઆતનું પહેલું પાનું છે
રોજ મારી પાસે કારણ છે મળવાનું
ને રોજ તમારી જોડે એક બહાનું છે
'લલિત' ગઝલને વાંચીને એ પૂછે છે
આ શું લખો છો જે બધાથી છાનું છે

