આવ્યો શ્રાવણ માસ
આવ્યો શ્રાવણ માસ
ત્રિશુલ ડમરુ મૃદંગ વાગે,
આવ્યો પવિત્ર શ્રાવણ માસ આજે,
શંખનાદ ને ઘંટારવ બાજે,
સૌ ના મુખ પર શિવ ધૂન ગાજે,
કૈલાશે તું શિવ બિરાજે,
વિષ પીધું તે સૃષ્ટિનાં રક્ષણ કાજે,
આવ્યો પવિત્ર શ્રાવણ માસ આજે,
સૌ હૃદયમાં શિવ તું સદા વિરાજે.