આવ્યો રૂડો રક્ષાબંધનનો તહેવાર
આવ્યો રૂડો રક્ષાબંધનનો તહેવાર
કાબરબેન મનમાં ને મનમાં મલકાયા,
ને રાખડી લેવાં બજારમાં ગયાં.
કાગડાભાઈનાં ઘરે હરખનાં ગીતો ગવાયા.
આવ્યો રૂડો....
પહોંચી ગયાં હોંશે હોંશે કાગડાભાઈના ઘેર,
ને મચી ગઈ ઘરમાં લીલાલહેર.
કાબરબેન માટે જુદાં જુદાં પકવાન બનાવાયાં.
આવ્યો રૂડો....
કાબરબેને કાગડાભાઈને બાંધી રૂડી રાખડી,
ને આશિષ દઈ વીરાને છલકાઈ આંખડી.
મીઠાઈના પડેકા ઘર આખામાં વહેંચાયા.
આવ્યો રૂડો...
કાગડાભાઈએ કાબરબેનને આપી રૂડી ભેટ,
ને ભેટમાં નીકળ્યો મજાનો બંગડી સેટ.
કાબરબેનના આંખમાં આંસુ છલકાયાં.
આવ્યો રૂડો....
કાગડાભાઈ અને કાબરબેને ખૂબ કરી મોજ,
ને કાબરબેનને કહ્યું આવતી રહેજે રોજ.
રંગેસંગે તહેવાર ઉજવી વળામણાં થયાં.
આવ્યો રૂડો..
