STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Romance

4  

PADHARIYA DINESHKUMAR

Romance

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો

1 min
233

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો

ઘનઘોર વાદળને, ઘનઘોર વાતાવરણ,


વાદળનો ગડગડાટ, વીજળીના ચમકારા

મેઘધનુષના રંગો દેખાયા આ આભમાં,


મોરલાએ કર્યા ટહુકાને, કર્યા છે ગહેકા

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો,


પવનના સૂસવાટા, ઝાડ લાગ્યા ડોલવા

ધરતી કરે પોકાર, આવ રે મેહુલિયા,


આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો

વાદળ પણ આવ્યાં પાણી ભરીને,


વરસી પડ્યા મન મૂકીને મૂશળધાર

સોડમ મહેકી ઊઠી ભીની માટીની,


આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો

વરસાદથી ઝાડ બન્યાં લીલાછમ,


લાગે પહેર્યા લીલા લીલા નવા કપડા

જગતનો તાત આજે નાચે તાતા થૈ,


વરસાદ વરસ્યો છે આજ મૂશળધાર

આવ્યો મેહુલિયો..આવ્યો મેહુલિયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance