આવ્યો કોરોના
આવ્યો કોરોના
આવ્યો કોરોના તબાહી લાવ્યો કોરોના,
મચાવ્યો હાહાકાર વિશ્વમાં આવ્યો કોરોના.
દૂર દેશ ચીનથી જુઓ આવ્યો કોરોના,
તબાહી નાં દિવસો કેવા લાવ્યો કોરોના.
શાળા-કોલેજ બજારો થયાં સૂમસામ,
મચાવ્યો ઉત્પાત જુઓ આવ્યો કોરોના.
હજારો લાખ્ખો લોકો પુરાયા ઘરોમાં,
આવવાથી લોકડાઉન કેમનો ભૂલે કોરોના.
લાખ્ખો ઘરો ઊજળ્યા આવવાથી કોરોના,
સમગ્ર વિશ્વને લીધું બાનમાં આવ્યો કોરોના.
