*"આવ્યો છે શિયાળો"*
*"આવ્યો છે શિયાળો"*
*"આવ્યો છે શિયાળો"*
ધીમેથી જામતો શિયાળો, ને છે ઠંડીનો ચમકારો,
સૂરજ નારાયણ મોડા ઉગે, ને જલ્દી સંઘ્યાનો વારો.
ઠુંઠવાતા લોકો, સ્વેટર, રજાઈ, શાલને આપે છે રે! ન્યાય,
સુસવાટા પવનના, લોકો જલ્દી ઘર ભણી તો ભાગે.
અડદપાક,ગુંદરપાક ને વિવિધ પાક પર થતો રે! મારો,
ના ગમે જલ્દી ઉઠવું, છતાં શિયાળો છે તો રૂપાળો.
પોહફાટે ઝાકળ ઝાકળ, જાણે બેઠું ફરી ચોમાસું,
છવાય ધુમ્મસ, લાગે, સૂરજ સાથે થતું રે! અંધારું.
કરી કસરત થવું તાજા માજા, ને પીવાના છે ઓસડિયા,
બાર મહિનાની ઉર્જા ભરવી, થવું છે સૌને તરવરિયા.
શિયાળો છું, ભાઈ શિયાળો છું, ઠંડીનો તો ચમકારો છું,
ગમે કે ના ગમે, દર વરસે શરદ પછી હું આવનારો છું.
*નરેન્દ્રત્રિવેદી........*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
