આવને પ્રિયે !
આવને પ્રિયે !
આવને પ્રિયે ! તારી જિંદગીને સંધ્યાના રંગથી રંગી દઉં,
આથમતા સૂરજની ખૂબસુરત લાલિમા લિંપી દઉં !
જો ને પેલા પંખીઓ પણ જાય છે સૂવાને પોતાના માળામાં,
તારી બધી ચિંતાઓને ચિતા આપી તને આગોશમાં લઈ લઉં !
ખીલી જશે હમણાં ચંદ્રમા ને જોડે હશે તારાઓનો સાથ,
એવો જ અનંત સાથ આપી તારા જીવનને રોશનીથી ભરી દઉં !
જો ને દૂર ક્ષિતિજે દેખાય છે આભ ને ધરાનું અદ્ભૂત મિલન,
આપણા મિલનને સોનેરી સપનાંની પાંખ આપી દઉં !
આવને પ્રિયે ! જીવન સંધ્યા સુધીના સાથનું વચન આપી દઉં,
આપે જો તું રજા તો મારી જિંદગીને તારું નામ આપી દઉં !

