આવી વસંત
આવી વસંત


ઝાંકળે ઝાંકળે મોતી ઝર્યા....
આવી વસંત...પ્રીતનાં પુષ્પો ખીલ્યા.....
રંગો ઉડ્યા ને આભ સજ્યા...
લાગણીના મેળામાં દીપ પ્રગટ્યા...
ખાલી હતા હૃદયના ઓરડા
કે એમાં લાગણીનાં પડઘા પડ્યા....
કોરી આંખોમાં કોઈક ના સપના સજ્યા...
ધીમે ધીમે હૃદયનાં ધબકાર વધ્યાં....
વાગી વાંસળી ને ઝાંઝર ઝણક્યાં.....