આવી રૂડી દિવાળી
આવી રૂડી દિવાળી
આવી રૂડી દિવાળીની રાત ચાલને આજ રંગોળી દોરીએ
આવી રૂડી દિવાળીની રાત ચાલને આજે ફટાકડા ફોડીએ,
આવી રૂડી દિવાળીની શુભકામના ચાલને આજે આશાઓ વહેંચીએ
આવી રૂડી દિવાળીની વાનગીઓ ચાલેને આજે મીઠાઈઓ વહેંચીએ,
આવી રૂડી દિવાળીની મુલાકાત ચાલને આજે સૌને મળીએ
આવી રૂડી દિવાળીની વાત ચાલને આજે સૌને કહીએ,
આવી રૂડી દિવાળીના સંબંધોનો સાથ ચાલને આજે તેને સાચવીએ
આવ્યો રૂડો દિવાળીનો તહેવાર ચાલો આજે સાથે ઉજવીએ.
