STORYMIRROR

Manjula Bokade

Romance

4  

Manjula Bokade

Romance

આવ રે વરસાદ

આવ રે વરસાદ

1 min
331

આકાશમાં છવાયા વાદળ માનવજાત પાડે સાદ,

મોર ટહુકે, બપૈયો બોલે આવ રે વરસાદ,


ઘરતી તણી તરસ છિપાવવા આવ રે વરસાદ,

યુગલો કરે થનગનાટ મન મૂકીને ભિંજાવુ છે આવ રે વરસાદ,


ધરતી પુત્ર ખેતર ખેડે છે તને પાડે સાદ 

ધરતી સાથે છોડ અબોલા આવ રે વરસાદ,


નદી તળાવ થઈ ગયા છે સૂકાભઠ્,

તું કેમ પકડીને બેઠો ધરાને તરસાવવાનો હઠ,


પ્રિયતમ પિયુ મિલનને તરસે, ચાતક ચકોર,

મેહુલિયો વહેલા આવજો રાહ જુએ સૌ કોઈ,


આવીને વરસ સાંબેલાધાર પશુ પંખી તરસ્યા છે,

આવીને બુઝાવ પશુ પંખી માનવીની તરસ. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance