STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

આવ કવિતા આવ

આવ કવિતા આવ

1 min
401

વરસે અંતર, વરસે વ્યોમ, ખીલી ચાંદની સાગર સોમ, આવ કવિતા આવ, ભાવે ભીંજવવા આવ,


ષટ્ રસ ધારે વહેતી ઊર્મિ, છેડે સંગીત મનહર મૂર્તિઉર સંદેશા ઝીલી કવિતા, ભાવે ભીંજવવા આવ… આવ કવિતા આવ,


ઢોલ મેળાના, બોલ હૈયાનાં, નટખટ નટવર નયન નમણાં સાક્ષર સાજન ના કોઈ બંધન, ધરવા ઓજસ આવ કવિતા આવ… આવ કવિતા આવ,


પવન ઝૂલે ઝૂલે રાધા, રાસે રમાડે આજ કવિતાદિન તારો છે બોલે માધા, રંગ જમાવવા આવ કવિતા ..આવ, કવિતા આવ… ભાવે ભીંજવવા આવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational