STORYMIRROR

Jn Patel

Drama Fantasy

2  

Jn Patel

Drama Fantasy

આવ કાના

આવ કાના

1 min
13.9K


રીમિક્સ


આવ કાના.. દોડીને આવ...

એકવાર મુને રાધા બનાવ..


હૈયું કોતરાવ્યું ને નામ તારું ટાંક્યું..

વાંસળી બની આજે હ્રદય તારું જાંખ્યું..

મનને મોહીલે એ સંભળાવ..


આંગણે જાજમ પાથરીને રાખ્યું..

મીટ માંડી જોવે રાહ મારી આંખ્યું..

મિસરી ખાવા આંગણે શીધાવ..


ગોપીઓને છેડી તેં મન મલકાવ્યું..

તારા તેં નામમાં જીવન શણગાર્યું..

ગોકુળનો ગોવાળ થૈને તું આવ...


નામ તારું જોડતાં શોભે મારું આયખું..

સ્નેહ તણુ વાદળું હૈયે વરસાવ તું..

'જગત'ની જંજાળો માંથી છોડાવ...


આવ કાના.. દોડીને આવ...

એકવાર મુને રાધા બનાવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama