STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

આત્મા

આત્મા

1 min
247

આજે આત્માથી આત્મા મળી ગઈ,

જીવતર અમારા બદલાઈ ગયા.


પ્રણય રાહે પગલું માંડ્યું,

તો અમારી આત્મા તમારા નામે થઈ ગઈ.


જીંદગીની મુસાફરી લાંબી છે,

સાથી રુપે આત્મા નામ આપનું રટી ગઈ.


યાદોમાં તમારી ખોવાઈ ગઈ,

નામ આવ્યું તમારું તો વિરહે રડી ગઈ.


અંજાન રાહ હતી પ્રેમની તો,

તુજ સંગથી આત્મા વાકેફ થઇ ગઈ.


રંગ તમે લગાડયો મને પ્રેમનો,

તો આત્મા અમારી પ્રેમ રંગે રંગાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance