આશાનું કિરણ
આશાનું કિરણ
સમય છે પસાર થઈ જશે
મુશ્કેલીનો સમય પણ અંત આવી જશે,
નિરાશાની સીમા છે ચારેતરફ
પણ તેમાં આશાનું કિરણ પણ છે.
અમાસની રાતમાં હોય છે અંધકાર
એક દિવાની રોશનીથી પણ,
એ અંધકારને હરાવી શકાય
જરુર છે ફકત એક આશાની,
અમાસની રાત પછી પણ,
સવારનો સૂરજ ઉદય થશે.
મુશ્કેલીથી ગભરાવાની નહીં
એનો સામનો કરો જીત તમારી છે.