આપુ છું
આપુ છું
મારા હૃદયમાં સ્થાન આપુ છું,
ખુદથી વધારે ધ્યાન આપુ છું,
અનહદ પ્રેમ વરસાવુ છું તુને
દિલથી વધારે માન આપુ છું,
ભવભવના બંધનમાં બાંધું હું,
અંતરની રાહે જાન આપુ છું,
સઘળા સંસારમાં સર્વસ્વ તું
જગ સામે સન્માન આપુ છું,
સાથ આપણો ભવભવનો છે,
મનમંદિરમાં સ્થાન આપું છું,
રહું સદાય હું, તારા ચરણોમાં,
સૂરમધુર સૂરનો તાન આપું છુંં.

