STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

આપના આવ્યા પછી

આપના આવ્યા પછી

1 min
269

ઉપકારી મન થયું છે આપના આવ્યા પછી,

 પ્રેમનું સ્પંદન થયું છે આપના આવ્યા પછી,


આવકારી દ્વાર પર ઊભા હતાં ત્યાં બારણે,

આંગણું પાવન થયું છે આપના આવ્યા પછી,


ફૂલ આજે મહેકશે એ બાગના સઘળાં અહીં,

દિલ હવે ઉપવન થયું છે આપના આવ્યા પછી,


હાથ સોંપ્યો એમનાં વિશ્વાસ પર એકવારમાં,

એ મનોમંથન થયું છે આપના આવ્યા પછી,


લાગણીનું આજ વાવેતર કરીશું આંખમાં,

પ્રેમનું સિંચન થયું છે આપના આવ્યા પછી,


એ જ સંવાદો અહીંયા ગુંજતા રે'શે અહીં,

સ્નેહનું સ્થંભન થયું છે આપના આવ્યા પછી,


સાવ કોરી પાટી જેવું મન હતું મારું અને,

નામનું લેખન થયું છે આપના આવ્યા પછી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract