આંખોથી પણ છલકાઈ શકે કવિતા
આંખોથી પણ છલકાઈ શકે કવિતા

1 min

607
આંખોથી પણ છલકાઈ શકે કવિતા,
તેના માટે કોઈ અલગ સરનામું ન હોય..
પ્રેમ કરીને પણ થઇ શકો અમર,
તેના માટે કોઈ અલગ કારનામું ન હોય..
હૃદય ઉપર પણ લખાઈ શકે ગઝલ,
તેનાં માટે કોઈ અલગ પાનું ન હોય..
યાદોમાં પણ સંઘરી શકો તેનો સ્પર્શ,
તેનાં માટે કોઈ અલગ ખાનું ન હોય..
શ્વાસમાં પણ તમે પીરસી શકો શાયરી,
તેના માટે કોઈ અલગ ભાણું ન હોય..
પ્રેમની બેન્કમાં મૂકવો પડે વિશ્વાસ,
તેનાં માટે કોઈ અલગ નાણું ન હોય.