આંખની અટારી
આંખની અટારી
આંખની અટારી મારીને હૃદયનો ઝરૂખો,
શમણાંની શેરીએ આવીને વાલમ ઊભો,
થનગન થરકતો મનડાનો મોરલિયો,
કાયાની રૂડી કોયલડી કરતી કિલ્લોલ,
રે વાલમિયા આવોને મુજ આંગણિયે,
આંખની અટારી મારી ને હૃદયનો ઝરૂખો,
શમણાંની શેરીએ આવીને વાલમ ઊભો,
દિલના દરિયે ઉછળે પ્રેમના ઘોડાપૂર,
શ્વાસની સરવાણી વધાવવાને આતુર,
રે વાલમિયા આવોને મુજ આંગણિયે,
આંખની અટારી મારી ને હૃદયનો ઝરૂખો,
શમણાંની શેરીએ આવીને વાલમ ઊભો,
ઉરમાં ઉભરાય અનોખો આજ આનંદ,
વિરહના વહેણનો થયો છે પ્રવાહ મંદ,
રે વાલમિયા આવોને મુજ આંગણિયે,
આંખની અટારી મારી ને હૃદયનો ઝરૂખો,
શમણાંની શેરીએ આવીને વાલમ ઊભો,
સોહામણો સંગાથ પામુ તુજ સંગમાં,
મિલનની મોહિની લઈ ઉછળું ઉમંગમાં,
રે વાલમિયા આવોને મુજ આંગણિયે,
આંખની અટારી મારી ને હૃદયનો ઝરૂખો,
શમણાંની શેરીએ આવીને વાલમ ઊભો.

