આંખે જગેલાં લાગતાં સપના
આંખે જગેલાં લાગતાં સપના
આંખે જગેલાં લાગતાં સપના હજાર પણ,
ચ્હેરે ચમકતી સુરતે હસતી બહાર પણ.
નોખા અનોખા લાગતા આમેં સહુ મહી,
અળગો પડેલો ભાસતો ચ્હેરે નિખાર પણ.
કરતાં નજરનાં કામણો રુપો નવા ધરી,
જોતી હયાને આંખડી થઇ બેકરાર પણ,
ભીનું હ્રદયને ઠારતું કામણ ચલી રહ્યું,
આવી મળેતો જીવને લાધે ખુમાર પણ.
માસૂમ પ્રણય નીચાહમાં જીવી રહ્યાં સતત,
તેના વિરહમાં જિંદગી શોધે દયાર પણ.
