આંખ વિના
આંખ વિના
આંખ વિના ઓળખવી દુનિયા,
આંખ વિના પણ જોવી દુનિયા,
રંગીન નજારો દુનિયાનો,
આંખ વિના પોરવવી દુનિયા,
એક ભલે આપી ખોટ છતાં,
આંખ વિના સંજોવી દુનિયા,
છે નિરાળો ઘાટ અમારો,
આંખ વિના પણ ગાવી દુનિયા,
દુનિયાની સાથે ચાલીને,
આંખ વિના પાંગરવી દુનિયા,
હામ અમારા હૈયે સાંધી,
આંખ વિના સાંકળવી દુનિયા,
ઊડવું આભે શ્રદ્ધા સાથે,
આંખ વિના મેળવવી દુનિયા.