આંગુતક
આંગુતક
આંગુતક બનીને આવ્યા જીવનમાં,
સંબંધોનો સાર સમજાવી ગયા જીવનમાં.
આંગુતક બની મળ્યા પહેલીવાર જીવનમાં,
દિલના સંબંધો સજાવી ગયા જીવનમાં.
ભાવના ભર્યા ભાવથી જીતી લીધા મન,
આંગુતક બનીને જીતી ગયા આ મન.
અજબ સંબંધોમાં બાંધી ગયા જીંવનમાં,
ના ભૂલી શકાય એવા સંબંધ રચી ગયા જીવનમાં.
આંગુતક બની ચેહરા પર સ્મિત રેલાવી ગયા,
જીવનમાં આવીને દુઃખોની પલ ભુલાવી ગયા.
અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશ રેલાવી ગયા,
આંગુતક બની જીવનમાં જ્ઞાનદીપ જલાવી ગયા.

