STORYMIRROR

NAVIN PATEL

Tragedy Others

3  

NAVIN PATEL

Tragedy Others

આંધળી દોટ

આંધળી દોટ

1 min
154

રાત ગઈ અને વાત ગઈ,

ન સમજાય એવાં માણસોની માણસાઈ ગઈ,

ગામને પાદરે ઘેઘૂર વડલાંની વડવાઈ ગઈ,

એવાં વડિલોની ભલામણસાઈ ગઈ,


ગામડાંમાં મળતું તાજુ દૂધ અને તેમાં નિકળતી પૌષ્ટિક મલાઈ પણ ગઈ,

નળિયા રાડાં ને વળાવાળા ઘરની ઠંડક ગઈ,

આ બધું જોતાં માનવ આંધળી દોટ મૂકી ચાલ્યો શહેર તરફ જ્યાં ન હોય એમની ઓળખ કોઈ,

એવી શહેરમાં ઊભી કોંક્રિટની ઊંચી ઈમારતો જોઈ,


મનઘેલો બની ભૂલી ગયો ગામની મહેક અને મૂકી આંધળી દોટ શહેર તરફ,

સમય આવે ચેતતો રહેજે એક દિવસ જરૂર આવશે નક્કી છે પોતાના ગામ તરફ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy