STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

શિક્ષક

શિક્ષક

1 min
167

જન્મની સાથે જ પા..પા પગલી કરતાં જ શીખવી દેનાર,

એ જગતની જનની જનેતા સાથે માતાપિતા.


શબ્દ એક પણ શીખ અનેક આપી જાય એ માતાપિતા,

ઉદરમાંથી બહાર આવતાં પહેલાં જ,

વશ્રેષ્ઠ શ્રેય લઈ જનાર છે મા.


સો શિક્ષકની પણ ગરજ સારે એ છે માતાપિતા.

પાયાનાં ઘડતર સાથે ચણતરનું પ્રથમ પગથિયું,

ચડાવતાં શીખવાડી જાય છે માતાપિતા.


શિસ્ત, સંયમ, સદાચારનું શ્રેષ્ઠ ગુણોથી,

જ્ઞાન આપનાર પ્રથમ હોય છે માતાપિતા.

ક્યાંક થતી હોય ભુલ અને સુધારી આપી,

સાચી સલાહ આપે એ છે સાચો શિક્ષક માતાપિતા.


જીવનની શરૂઆત થતાં જ ઘડતર પછી,

ભણતરની શરુઆત જે પાયા પછીનું,

શિક્ષણ આપે એ કહેવાય શિક્ષક.


ન જુવે નાત, ન કરે ભેદભાવ અને બનાવી રાખે,

સાચા શિક્ષણનો સદભાવ એજ સાચો શિક્ષક,

બની શિક્ષક આપી સમાજને શિક્ષણ સાથે,

એકરૂપતા બનતાં હિતરક્ષક.


એવો શિક્ષક સાચું ને સત્ય વચન આપતાં રહેતાં,

કયારેય ન બને ભક્ષક, એવાં શિક્ષકો,

જે શિષ્યોને મજૂબુત શિક્ષણ આપી,

અખંડ રાખતાં સમાજ સાથે સરખી માનવંતાભરી


જનતાનું પ્રથમ ઘડતર સાથે જ્ઞાન આપતાં માતાપિતા

અને પછીનાં જીવનમાં ભણતર સ્વરૂપ સાચી રાહ બતાવનાર

શિક્ષકને સત્ સત્ નમન.


Rate this content
Log in