STORYMIRROR

NAVIN PATEL

Others

4  

NAVIN PATEL

Others

વતનની મહેક

વતનની મહેક

1 min
334

દૂર દૂર સુધી નાખું જ્યાં નજર,

રહું દૂર હું સાત સમંદર,

 

આજે પણ છે મને મારા વતનની ખબર,

આજે પણ જ્યાં વિતાવ્યું છે બાળપણ એનાથી હું નથી બેખબર,


અનેરી યાદ અપાવી સ્પર્શ કરતી જાય છે વતનની હવા,

જીવનભર મળતી રહેશે મારી ભારતમાતા તરફથી પ્રેરણાપ્રાર્થી દુઆ,


સમયે સમય યાદ કરતાં સમયાન્તરે મળતાં પરિવારને હૈયે ઉજવાય હરખભેર તહેવાર, 

વતનમાં રહેતાં સ્નેહી સ્વજન મિત્રો મળતાં અનેરો આનંદ જાણે મહેકતી મહેકનો મળ્યો સથવાર,


ક્ષણિક રહી વતનમાં જાણે વર્ષોવર્ષની યાદોને હૃદયનાં ખોળિયામાં ભીની આંખે જરુર યાદ રાખીશ જીવનભર,

વતનથી પરત ફરતાં કર્મસ્થાને જ્યારે આંખોમાંથી નીકળી આંસુ,


સદાય વતન પ્રત્યેનો યાદોથી ભરેલ થેલી જ્યાં આદરભાવ સદભાવ પ્રેમથી નિતરતાં જોઉ છું પાસું.


Rate this content
Log in